Home> India
Advertisement
Prev
Next

Farmers Protest: કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે MSP પર આપ્યું મોટું નિવેદન

દિલ્હીની બોર્ડર પર થઈ રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારના મંત્રીઓએ હવે સ્પષ્ટતા કરવાની શરૂ કરી દીધી છે. કેન્દ્રીય મંત્રીઓએ ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ કૃષિ કાયદાને વિશે ગેરસમજમાં ન રહે. ખેડૂતોના પાક ખરીદવા માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) ને ખતમ કરવામાં આવ્યું નથી. નવા કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં છે. 

Farmers Protest: કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે MSP પર આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી: દિલ્હીની બોર્ડર પર થઈ રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારના મંત્રીઓએ હવે સ્પષ્ટતા કરવાની શરૂ કરી દીધી છે. કેન્દ્રીય મંત્રીઓએ ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ કૃષિ કાયદાને વિશે ગેરસમજમાં ન રહે. ખેડૂતોના પાક ખરીદવા માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) ને ખતમ કરવામાં આવ્યું નથી. નવા કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં છે. 

fallbacks

Farmers Protest: સિંઘુ અને ટિકરી બોર્ડર પર જામ, ખેડૂતોએ સરકારની નિયત પર ઉઠાવ્યા સવાલ

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને કહ્યું કે, 'કૃષિ કાયદા પર ગેરસમજ ન રાખો. પંજાબના ખેડૂતોએ ગત વર્ષે સૌથી વધુ ધાન મંડીમાં વેચ્યું અને વધુ MSP પર વેચ્યું. MSP પણ જીવંત છે અને મંડી પણ જીવંત છે અને સરકારી ખરીદી પણ થઈ રહી છે.'

આ બાજુ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પણ ટ્વીટ કરીને કહ્યું કે, 'નવા કૃષિ કાયદા APMC મંડીઓને સમાપ્ત કરતા નથી. બજારો પહેલાની જેમ જ ચાલુ રહેશે. નવા કાયદાથી ખેડૂતોને પોતાનો પાક ગમે ત્યાં વેચવાની આઝાદી આપે છે. જે પણ ખેડૂતોને સૌથી સારા ભાવ આપશે તે પાક ખરીદી શકશે પછી ભલે તે મંડીમાં હોય કે મંડી બહાર.'

ખેડૂતોના આંદોલન વચ્ચે ભારતીય કિસાન યૂનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈતે ZEE NEWSને કહ્યું કે સરકારની નિયત પર સવાલ ઉઠી રહ્યા છે. જ્યારે સરકારની નિયત ચોખ્ખી હશે ત્યારે ઉકેલ આવી જશે. બુરાડી કોઈ વ્હાઈટ હાઉસ નથી કે ખેડૂતો ત્યાં જાય. 

પોતાની શરતો પર સરકાર સાથે વાતચીત કરવા માંગે છે ખેડૂતો
સરકાર વાતચીત માટે તૈયાર છે પંરતુ ખેડૂતો દિલ્હી  બોર્ડર પર અડીખમ છે કે વાતચીત અહીં જ થશે. ખેડૂતો ન તો દિલ્હી પોલીસ દ્વારા નિર્ધારિત પ્રદર્શન સ્થળ પર જતા કે ન તો દિલ્હી બોર્ડરથી હટી રહ્યા. ખેડૂતોની આ જાહેરાત બાદ સરકારનું ટેન્શન વધી ગયું છે. 

રવિવારે ખેડૂત સંગઠનોની મીટિંગ બાદ ખેડૂતોએ સ્પષ્ટ કરી દીધુ કે ખેડૂત પ્રદર્શન માટે બુરાડી નહીં જાય અને દિલ્હીના 5 પોઈન્ટ ઉપર જ ધરણા ધરશે. ખેડૂતોની માગણી છે કે સરકાર શરત વગર વાતચીત કરે અને તેમને રામલીલા મેદાન કે જંતર મંતર પર આંદોલન કરવાની મંજૂરી આપે. 

દિલ્હી બોર્ડર પર છે કિસાનો
કિસાન આંદોલનના પાંચ દિવસ બાદ પણ કિસાનોનો ગુસ્સો ઓછો થઈ રહ્યો નથી. સરકાર વાતચીત માટે તૈયાર છે પરંતુ કિસાન દિલ્હી બોર્ડર પર છે અને કહ્યું કે, વાતચીત અહીં થશે. કિસાન ન તો દિલ્હી પોલીસ દ્વારા નક્કી કરવામાં આવેલા પ્રદર્શન સ્થળ થઈ રહ્યાં છે ન દિલ્હી બોર્ડરથી હટી રહ્યાં છે. કિસાનોની આ જાહેરાત બાદ સરકારની ચિંતા વધી ગઈ છે. 

કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક PM મોદીના વખાણ કરીને બધાને ચોંકાવી દીધા, જાણો શું છે મામલો

ઓછો નથી થઈ રહ્યો કિસાનોનો ગુસ્સો
દિલ્હી-યૂપી બોર્ડર એટલે કે ગાઝીપુર બોર્ડર પર કિસાનોએ ટ્રેક્ટર પર જ પોતાનું ઘર બનાવી લીધું છે. ઠંડીથી બચવા માટે ધાબળા પણ લાવ્યા છે. રસ્તા પર તાપણા પણ કરવામાં આવી રહ્યાં છે. સાથે કિસાનોનો ગુસ્સો પણ વધી રહ્યો છે. 

કિસાનોએ આપી આગામી 4 મહિના સુધી ધરણા કરવાની ધમકી
કિસાન નેતાઓનું કહેવું છે કે તેમની પૂરી તૈયારી છે અને જરૂર પડી તો તેમની પાસે આગામી ચાર મહિના ધરણા આપવાની વ્યવસ્થા છે. કિસાનોની જાહેરાત બાદ સરકારની ચિંતા વધી ગઈ છે.

જેપી નડ્ડાના ઘરે હાઇલેવલ બેઠક
કિસાનોની આ ચેતવણી વચ્ચે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના ઘર પર ઉચ્ચ સ્તરીય બેઠક થઈ છે, જેમાં ગૃહ મંત્રી અમિત શાહ સિવાય રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સામેલ થયા હતા. જાણવા મળી રહ્યું છે કે આ બેઠક બે કલાક ચાલી હતી. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમા કહ્યુ કે, આ કૃષિ સુધારાએ કિસાનોને નવા અધિકાર અને અવસર આપ્યા છે અને ખુબ ઓછા સમયમાં તેમની મુશ્કેલીઓને ઓછી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More